ગુજરાતના સર્વ પ્રતિનિધિઓેને સંગઠનમાં સ્થાન આપીને ગુજરાતના ‘નવસર્જન’ માટે કટિબધ્ધ છે
ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસપક્ષ સંપૂર્ણપણે કટિબધ્ધ છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હોદ્દેદારોમાં વધુ ૧૦ ઉપપ્રમુખશ્રી, ૧૪ મહામંત્રી, ૭ પ્રવક્તા, ૬૩ મંત્રી, ૪ કારોબારી સભ્યશ્રી અને ૯ વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી. આ નિમણૂંકો કરવાનો ઉદ્દેશ્ય ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો છે. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે, ત્યારે ‘એક જ લક્ષ્ય – ૨૦૧૭, નવસર્જન ગુજરાત’ ના સ્વપ્ન સાકાર કરવા કોંગ્રેસના સર્વ કાર્યકરો કટિબધ્ધ છે. ગુજરાતની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને હજુ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી મહામંત્રી અને પ્રવક્તાઓ નિમાય તેવો અવકાશ છે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના સર્વ સમાજ, જ્ઞાતિ, સમુદાય અને ભૌગોલિક વિસ્તારના પ્રતિનિધિઓેને સંગઠનમાં સ્થાન આપીને ગુજરાતના ‘નવસર્જન’ માટે કટિબધ્ધ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો