ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રી : 09-04-2022
ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રીના મોટા મોટા દાવાના ધજાગરા નીકળતા એ રીતે આજે દસમા ધોરણનું હિન્દીનું પેપર જવાબ સાથે સીધે સીધુ અપલોડ થઈ જાય, સોશિયલ મીડિયાથી અન્ય લોકો સુધી પહોંચે અને જેમ દરેક વખતે પેપર લીક થાય, ગેરરીતિ થાય ત્યારે સરકારની તથા શિક્ષણ બોર્ડની જે રીતે ઘીસીપીટી કેસેટ છે અમે તપાસ કરશું, સંપૂર્ણ તપાસ થશે પગલાં ભરાશે અને આ ગેરરીતિનો કેસ છે પણ એક એક માર્ક આધારિત પ્રવેશની પ્રક્રિયા હોય છે ધોરણ ૧૦ પછી ધોરણ-૧૧માં પ્રવેશ હોય, ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ હોય કે પછી અન્ય ડિપ્લોમા પ્રવેશ ૧૦ ધોરણના માર્ક આધારિત હોય છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો