ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી : 05-07-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જી.એસ.ટી. ના વિરોધમાં હડતાળ ઉપર બેઠેલા વેપારી મિત્રોની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા અંહિસક લડત ચલાવી રહેલા વેપારીઓ ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જના ભોગ બનેલા વેપારીમિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગુજરાતની પ્રતિષ્ઠા સમા કાપડ ઉદ્યોગને જી.એસ.ટી. ની પ્રતિકૂળ અસરથી ભારે ફટકો પડી રહ્યો છે ત્યારે સરકારે આ અંગે સત્વરે સાનુકૂળ પ્રતિભાવ આપીને ગુજરાતના કાપડ ઉદ્યોગને પુનઃ ધમધમતો થાય તે માટે કોંગ્રેસના રચનાત્મક સહયોગની ખાતરી વેપારી મંડળોને આપી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો