ગુજરાતના દરિયાકિનારાની સલામતી માટે તાકીદે પગલાં લો : શ્રી અહમદભાઈ પટેલ : 15-07-2015

ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ૧૬૦૦ કિમી લાંબો દરીયાકીનારો ધરાવતા આ રાજ્યમાં રાજ્ય સરકારમાં દરિયાઈ પોલીસ મથકોની તંગી છે. જયારે ઘણા દરિયાઈ વિસ્તારના ચેકપોસ્ટ અને પોલીસ મથકોમાં તાલીમબદ્ધ અધિકારીઓનો અભાવ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ મથકો અપૂરતા છે. જેમ કે, પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જીલ્લામાં ૨૩૫ કિમી દરિયાકિનારા માટે માત્ર એક જ પોલીસ મથક છે. તે જ પ્રમાણે, દેવભૂમિ-દ્વારકા જીલ્લામાં, શ્રી દ્વારકાર્ધીશ મંદિર અને હરસિધ્ધ મંદિર વચ્ચેના પટ્ટામાં કોઈ દરિયાઈ પોલીસ મથક નથી. દર વર્ષે લાખ્ખો યાત્રાળુઓ આ મંદિરોમાં દર્શનાર્થે આવતા હોઈ, આવા સંવેદનશીલ પટ્ટામાં અપૂરતી પોલીસ સલામતીની ગંભીર ઉણપ દર્શાવે છે આ ઘણીજ ગંભીર અને વ્યથિત કરનારી બાબત છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note