ગુજરાતના ખેતરોમાં પાક કાપણી ટાણે પોલીસ બંદોબસ્ત : 08-10-2018

  • બ્રિટિશ હકુમતથી સ્વતંત્રતા મળ્યા પછીના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના ખેતરોમાં પાક કાપણી ટાણે પોલીસ બંદોબસ્ત.. આ છે ભાજપ સરકારનો ખેડૂત વિરોધી ચહેરો…!
  • પોલીસતંત્રનો સતત દુરુપયોગ કરીને રાજ્યમાં ભય અને ડરનું વાતાવરણ ઉભું કરી સત્તા ટકાવી રાખનાર ભાજપ સરકાર સતત ભય, ભ્રમ અને ધૃણા ફેલાવી રહી છે

બ્રિટિશ હકુમતથી સ્વતંત્રતા મળ્યા પછીના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના ખેતરોમાં પાક કાપણી ટાણે પોલીસ બંદોબસ્ત ખડકાશે. ગુજરાત સરકારે પોલીસની હાજરીમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પાક કાપણી-નુકશાની સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકારના આ ફતવા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે. ખેડૂતોને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારમાં ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા ને પત્ર લખી ગામેગામ પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરી છે. તેમનું કહેવુ છે કે ”પાક કાપણી ટાણે નિરીક્ષણ (અખતરા) ની પ્રક્રિયામાં હિત ધરાવતા વ્યક્તિ (ખેડૂતો) ખલેલ પહોંચાડે અથવા તો દબાણ લાવવાની કોશિષ કરે તેવી શક્યતા છે એટલે બંદોબસ્ત જરૂરી છે” પ્રાઈવેટ વીમા કંપનીના સર્વેયર્સ, કૃષિ- આંકડા અને પંચાયતના અધિકારી કર્મચારીઓની ટીમ ઓછા વરસાદથી થયેલા નુકશાનીનું સર્વેક્ષણ કરશે. સરકાર ખેડૂતોથી ડરે છે કે કંપનીઓને સાચવવી છે ? ખેડૂતો, ખેતી, ખેત પેદાશોને કોઈપણ પ્રકારના રક્ષણ આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર ખાનગી કંપનીઓને કરોડો રૂપિયાની લુંટ ચલાવવા પોલીસ રક્ષણ આપે તે છે ભાજપાનો ખેડૂત વિરોધી અને ખાનગી કંપનીઓની નફાખોરી તરફી અસલી ચહેરો…!

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note