ગુજરાતના૧૦૩ વિધાનસભા વિસ્તારમાં Congress નો વિજય: ભરતસિંહ સોલંકી
ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં Congress એ ૧૦૩ વિધાનસભા વિસ્તારમાં વિજય હાંસલ કર્યો છે. જે ભાજપના વળતા પાણીની નિશાની છે.તેમ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.જેના લીધે ભાજપના ગુજરાત મોડેલનો રકાશ થયો છે. લોકોએ ભાજપના વિકાસના દાવાને નકાર્યા છે અને વાસ્તવિકતાની સાથે કોંગ્રેસને સાથ આપ્યો છે. ચુંટણીના પરિણામો જોતા એક બાબત સ્પસ્ટ થઈ છે કે રાજ્યના કોંગ્રેસ પુન સતા તરફ અગ્રેસર થઈ રહી છે.
રાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં ભવ્ય વિજય સાથોસાથ મહાનગરોમાંCongress પક્ષની બેઠકોમાં મોટા પાયે થયેલા વધારા અંગે ગુજરાતના નાગરિકોનો આભાર માનતા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં કોંગ્રેસ પક્ષને ૨૧ જીલ્લા પંચાયત ૧૦૭થી વધુ તાલુકા પંચાયત સહીત થયેલો વિજય એ ગુજરાતની પ્રજાનો વિજય છે. નવસર્જન ગુજરાત એ કોંગ્રેસનો સંકલ્પ છે. કોંગ્રેસ પક્ષને જન સંપર્ક યાત્રા અને જન આશીર્વાદ રેલીઓ, સભાઓમાં પ્રજાએ ઉમળકા સાથે આવકાર આપ્યો. અને પરિણામોએ નવસર્જન ગુજરાત માટે કોંગ્રેસ પક્ષને સાથે આપવાનું નક્કી કર્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષની જવાબદારી પણ વધી જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ટેક્ષ ભરનાર મધ્યવર્ગને ભાજપ શાસનમાં હેરાન-પરેશાન થવું પડયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ મધ્યમવર્ગનો અવાજ બનીને કામગીરી-ફરજ બજાવશે. ભાજપ સરકાર ગરીબ-સામાન્ય મધ્યમવર્ગના હક્ક પર તરાપ મારી રહી છે. ખેડુતોના હક્કો અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે અને ખેડુતોની હિત-સુખાકારી માટે કોંગ્રેસ પક્ષ કામ કરશે.
http://www.vishvagujarat.com/gujarat-congress-won-103-assembly-area-in-gujarat-local-body-election-result/