ગુજરાતનાં જાણીતા સહકારી આગેવાન પરેશ પટેલની કૃભકોનાં ડીરેક્ટર તરીકે વિજયી હેટ્રીક : 13-01-2020

ગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. (કૃભકો) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલ બિનહરિફ ચૂંટાઈ આવતા ગાંધીનગર અને ગુજરાત રાજયના ગૌરવમાં વધારો થયો છે. જ્યારે કૃભકોનાં ચેરમેન તરીકે આંતરરાષ્ટ્રીય સહકારી આગેવાન અને સાંસદ શ્રી ચંદ્રપાલજી યાદવ સતત પાંચમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. તો વાઈસ ચેરમેન તરીકે આંધ્ર પ્રદેશના સહકારી આગેવાન શ્રી સુધાકર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note