ગીર ખાતે સિંહોના મૃત્યુ અંગે શ્રી અહમદભાઈ પટેલનો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્ર : 06-10-2018
ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક ખાતે મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી દીર્ઘકાલીન ગેરવહીવટ અને ક્ષતિઓને ઉજાગર કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના શાન સમા એશિયાટિક સિંહના છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ ૨૩ થી વધુ સિંહોના મૃત્યુ થયા છે, વર્ષ-૨૦૧૬ થી અત્યાર સુધીમાં ૧૮૦ થી વધુ સિંહોના મૃત્યુ થયા છે. ગીરના સિંહ એ ગુજરાતનું ગૌરવ છે, પરંતુ કમનસીબે મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ લાપરવાહી છતી કરે છે. આ સિંહોના મૃત્યુના કારણ રાતોરાત ઉભા થયેલા નથી પરંતુ તે રાજ્ય સરકારના દીર્ઘકાલીન ગેરવહીવટ અને ક્ષતિઓનું પરિણામ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો