ગીર અભયારણ્યની ૪૪૨ એકર જમીન અનાર પટેલના ભાગીદારને કોડીના ભાવે

– મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી પર મોઢવાડિયાના આક્ષેપ

– અમોલ શ્રીપાલ શેઠ અને અનાર પટેલની મિલીભગતમાં ૨૫૦ કરોડનું કૌભાંડ

દૂબઇ સ્થિત વાઇલ્ડ વૂડ સાથે દક્ષેશ શાહ, અમોલ શ્રીપાલ શેઠ અને અનાર પટેલની મિલીભગતમાં ૨૫૦ કરોડનું કૌભાંડ

ખાતો નથી ને,ખાવા દેતો નથી તેવું કહીને પરિવાદવાદની ટીકા કરાનારાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગુજરાતના મુખ્યમંત્રીના પરિવારજનોના ભ્રષ્ટાચારને પોષ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખતમાં જ મહેસૂલમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સંલગ્ન કંપનીઓને પાણીના મૂલે ૪૨૨ એકર સરકારી જમીનો આપી દેવાઇ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વિરોધ નોંધાવી સીટની રચના કરીને સમગ્ર કૌભાંડની તપાસ કરવા માંગણી કરી છે. તેમણે એવો આરોપ મૂક્યો કે, રિસોર્ટના નામે સરકારી જમીનો કબજે કરવા ૨૫૦ કરોડનું કૌભાંડ આચરાયું છે.
દુબઇ સ્થિત ઉદ્યોગપતિ સંજય ધાનકે વર્ષ ૨૦૦૮માં વાઇલ્ડવુડ રિસોર્ટસ એન્ડ રિયાલીટી પ્રા.લિને રજી.કરાવી હતી. અમરેલી-ધારીના પાટલા ગામે કુલ ૧૩ સર્વે નંબરમાં ૨૪૫.૬૨એકર જમીન પ્રવાસનને વેગ આપવાના હેતુસર રિસોર્ટ બનાવવા માંગણી કરાઇ હતી. આ જમીન રૃા.૧૫ ચો.મીના ભાવે રૃા.૧,૪૯,૨૨,૩૬૦ રકમ ચુકવી ખરીદાઇ હતી. આનંદીબેન પટેલ મહેસૂલમંત્રી હતા તે વખતે ખૂબ જ સિફતપૂર્વક આ કૌભાંડ આચરાયું હતું જેમ કે, જે સરકારી જમીન ફાળવવામાં આવી તેની બાજુમાં જ ખેતીની જમીનો હતી પણ ખેડૂતોને ન હોય તેવી વ્યક્તિ આ જમીનો ખરીદી શકે નહીં જેથી ગુજરાત સરકારે ખાનગી ખેતીની જમીનો ખરીદવાની મંજૂરી આપી હતી . એટલું જ ખાસ હેતુફેર કરી બિનખેતીમાં તબદીલ કરાઇ હતી. આ જ વિસ્તારમાં કુલ ૨૫ સર્વે નંબરમાં ૧૭૬.૭૭ એકર ખાનગી ખેતીની જમીનો ખરીદાઇ હતી. આમ, કુલ ૧૭,૧૦,૨૭૭ ચો.મી જમીન વાઇલ્ડવુડ રિસોર્ટના નામે કરાઇ હતી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gir-sanctuary-pomegranate-patel