ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ : 02-06-2017
- ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ
- ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે.
- ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને લ્હાણી કરેલ ગૌચર જમીનો પરત લાવવા યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે.
ગાયમાતાના નામ ઉપર રાજનિતી નહીં પણ કાજનિતી થવી જોઈ તે દિશામાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ઝુંબેશ ઉપાડવા તૈયાર છે. સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ઝુંબેશ યુવક કોંગ્રેસ દ્વારા ઉપાડવામાં આવશે. ગુજરાત ભાજપ શાસનમાં રાજ્યમાં લાખો હેક્ટર ગૌચરની જમીનો જે રીતે અદાણી જેવા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપી દેવામાં આવી છે, તેના વિરૂધ્ધમાં યુવક કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ઝુંબેશ ઉપાડશે. યુવક કોંગ્રેસની ઉગ્ર માંગ છે કે, ભાજપે જે ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને વેચી મારી છે તે પરત આપવામાં આવે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો