ગાયમાતાના નામે રાજનિતી-ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : 01-06-2017
- ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે.
ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં ગૌશાળામાં સબસીડી મેળવવા માટે ગૌ સેવા આયોગના વરિષ્ઠ અધિકારી લાખો રૂપિયાની લાંચ લેતા પકડાયા તે દર્શાવે છે કે, ભાજપ શાસકો ગાયોના સરંક્ષણ કરતી ગૌશાળાને પણ ભ્રષ્ટાચાર ભરખી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો