ગાયમાતાના નામે માત્ર ને માત્ર રાજનિતી કરનાર ભાજપના શાસનમાં સૌથી વધું ગાયમાતા અસલામત 31-05-2017
ગાયમાતાના નામે માત્ર ને માત્ર રાજનિતી કરનાર ભાજપના શાસનમાં સૌથી વધું ગાયમાતા અસલામત છે. ભાજપ શાસનમાં ગેરકાયદેસર કતલખાના ધમધમે છે. બેરોકટોક ગૌમાંસની હેરાફેરી થઈ રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગૌહત્યા, ગૌમાંસ હેરફેર સહિતના ગુનામાં પકડાયેલા મોટા ભાગના આરોપીઓ છૂટી ગયા છે, ત્યારે ચારેબાજુથી ઘેરાયેલી નિષ્ફળ ભાજપ શાસકો સત્તા મેળવવા હિંસા, ગુંડાગર્દીનો આશરો લઈ રહ્યાં છે. ભાજપ શાસકોનો ગૌમાતા પ્રત્યેનો પ્રેમ માત્રને માત્ર ચૂંટણીલક્ષી છે. તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. ગાયમાતા સૌના માટે આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. ભાજપ શાસનમાં લાખો ચોરસ મીટર ગૌચરની જમીન તેમના મળતીયા ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી છે. જેના લીધે ગાયમાતાને ઘાસચારો મળતો નથી. પરિણામે પ્લાસ્ટીક અને પ્રદુષિત, પાણી ખોરાકને લીધે ગાયમાતા રીબાઈને મરી રહી છે, ત્યારે ભાજપ કેમ મૌન છે?
પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો