ગાંધી સંદેશ યાત્રા’ ના સમાપન સરદારબાગ થી કોચરબ આશ્રમ પદયાત્રા : 02-10-2019
- ભારતીય જનતા પાર્ટી કે આર.એસ.એસ. ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ ક્યારેય ગાંધી વિચારધારાને ભુલાવી શકાશે નહી આ ગાંધી વિચારધારા જ દેશને એક અને અખંડિત રાખવામાં મુખ્ય પરિબળ બની રહેશે. – શ્રી અમીત ચાવડા
- ૨જી ઓક્ટોબરે બપોરે ૨-૦૦ કલાકે ‘ગાંધી સંદેશ યાત્રા’ નિમિત્તે સરદારબાગથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ.
- દાંડી થી સાબરમતી સુધીની ૩૬૮ કિ.મી. અને પોરબંદર થી સાબરમતી સુધીની ૪૧૨ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’ સફળતાપૂર્વક યોજાઈ.
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ ના સમાપન પ્રસંગે સરદારબાગ થી કોચરબ આશ્રમ પદયાત્રા પુર્ણ થયા બાદ ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યાત્રીઓ, યુવાનો, મહિલાઓ અને કોંગ્રેસપક્ષના પદાધિકારીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અખીલ ભારતીય કોંગ્રેસ કમીટી દ્વારા છેલ્લા એક વર્ષમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો