ગાંધીનગર મહાનગરપાલીકાની ચુંટણીનો કોંગ્રેસ પક્ષ દ્રારા જાહેર કરેલો ચુંટણી ઢંઢેરો : 21-04-2016
ગાંધીનગર શહેરમાં “ બેટર સિટી બેટર લાઇફ ” બનાવવાનો સંકલ્પ જાહેર કરતા કોંગ્રેસ પક્ષે તેનો ચુંટણી ઢંઢેરો પ્રસિધ્ધ કરેલ છે. આ ચુંટણી ઢંઢેરામાં નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, ઇમ્ફેક્ટ ફીનો અમલ તેમજ વેરા વસુલાતની પ્રક્રીયા પારદર્શક બનાવવાની બાબતને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરના શહેરીજનોની નાનામાં નાની જરુરીયાત તેમજ અત્યારે પડી રહેલી મુશ્કેલીઓ નિવારવા માટે તલસ્પર્શિ અભ્યાસ કરી કોંગ્રેસ પક્ષ દ્રારા આજે મહાનગરપાલિકાની ચુંટણી માટે ઢંઢેરો પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો