ગાંધીનગર ચૂંટણી અને પેટા ચૂંટણી પરિણામ : 26-04-2016
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામબાદ મતદારોનો આભાર વ્યક્ત કરતાં મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસ, શહેર પ્રમુખશ્રી ડૉ. કૌશિક શાહ, કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલ, મિહીર શાહ, માયાબેન દવે એ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા ભાજપે તમામ હથકંડા, અપનાવ્યા હતા. નૈતિક્તા નેવે મુકીને ધાકધમકી, લોભ-લાલચ, મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓએ વિભાગ દીઠ દબાણની પધ્ધતિ અપનાવ્યા છતાં ભાજપના સત્તા કબજે કરવાના સપનાને ગાંધીનગરના મતદાતાએ સફળ થવા દીધા નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો