ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી : 10-04-2021
- ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી
- સમગ્ર રાજ્યમાં રેલી-રેલા-ઉત્સવો કરી કોરોના મહામારી રાજ્યના નાગરિકોને ભેટ આપનાર સુપર સ્પ્રેડર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ હવે ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ કરી રહ્યાં છે.
કોરોના મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીના સ્વજનો ચિંતા સાથે એક કેમીસ્ટ થી બીજી કેમીસ્ટ અથવા હોસ્પીટલોના વેચાણ કેન્દ્ર પર ૧૨-૧૨ કલાક લાઈનમાં ઊભા રહીને રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવા પ્રયત્ન કરે છે. બીજી બાજુ ભાજપાના કાર્યાલય પર ૫૦૦૦ જેટલા ઈન્જેક્શનનો જથ્થો વિતરણ કરવાની જાહેરાત જ સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં સરકારી વ્યવસ્થાતંત્ર – ડ્રગ કન્ટ્રોલ જેવું કશું છે જ નહિ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો