ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી : 26-09-2018
- ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી…!?
- ક્લોરીનેશનનાં પ્લાન્ટની અપૂરતા ક્ષમતાથી પાટનગરમાં રોગચાળો
- પૂરતા પ્રમાણમાં ક્લોરીનેશનનાં અભાવ સાથે બોરનાં પાણીના વપરાશથી રૂપાણી સરકારમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં : ડૉ. હિમાંશુ પટેલ
સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ ૧૫ કેસ થવા છતાં ઘેરી તંદ્રામાં રહેલાં સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરને પુરાં પાડવામાં આવતાં નર્મદા કેનાલના પાણીનું પૂરતાં પ્રમાણમાં યોગ્ય રીતે ક્લોરીનેશન થતું નથી. આ ઉપરાંત બોરમાંથી લેવામાં આવતાં ઘટતાં પાણીનાં કારણે વિવિધ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ક્લોરીનેશન પ્લાન્ટની ક્ષમતામાં તાત્કાલીક વધારો કરવો જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો