ગાંધીનગરમાં આયોજિત ૪૬મા શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પૂજા-અર્ચન સાથે મંગલ પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી : 20-09-2015
ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યુ હતું કે, આપણા દેશમાં ઉત્સવો અને તહેવારો શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવો અને તહેવારો સામાજિક સદભાવ અને પરસ્પર બંધુત્વની ભાવનાને દ્રઢ બનાવે છે. રાજ્યપાલશ્રીએ ગઈ કાલે ગાંધીનગરમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજિત ૪૬મા શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પૂજા-અર્ચના સાથે મગલ પ્રારંભ કરાવ્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note