ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર અસ્મિતા” કાર્યક્રમ : 04-07-2016
હજારો માછીમારોના રોજીરોટીના હક્ક-અધિકાર છીનવીને ભાજપ-મોદી સરકારના આશીર્વાદથી એસ્સાર કંપની ગેરકાયદેસર રીતે દરિયામાં જેટી બાંધવાનું કામ કરી રહી છે ત્યારે ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર અસ્મિતા” કાર્યક્રમને સંપૂર્ણ પક્ષ તરફથી સમર્થન અને લડતમાં પણ સંપૂર્ણ ટેકાની ખાતરી આપી હતી. ગરીબ-સામાન્ય-શ્રમિકોના હક્ક અને અધિકાર મુદ્દે કોંગ્રેસ પક્ષની પ્રતિબધ્ધતા ઉચ્ચારી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો