ગમે તેવો-ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી તેવો પ્રશ્નર કરતાં ડૉ. મનિષ દોશી : 12-08-2018
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું સ્પષ્ટ થયા છતાં રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-ક્લાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ-પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે. ગમે તેવો-ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વન પર્યાવરણ અને કલાયમેન્ટ ચેંજ ભારત સરકારના મંત્રાલય દ્વારા લોકસભામાં આપેલા જવાબ મુજબ ગુજરાતની ૨૦ નદીઓ પ્રદૂષિત છે તેમાં સાબરમતી, નર્મદા, મહિ અને તાપી નદીનો પણ સમાવેશ થાય છે. પ્રદૂષિત નદીઓના દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા સાબરમતી અને સોનગઢ તાલુકાની મિંડોલા નદીમાં પ્રદૂષણના ઘટાડા માટે ચાર વર્ષમાં ૨૦૧ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપવામાં આવી છે. નદીના પ્રદૂષિત પાણી માટે સૌથી મોટો પડકાર ઔદ્યોગિક-કેમિકલ કચરો અને ગટરના પાણી પણ મુખ્ય છે. ગુજરાતમાં નદીઓમાં પ્રદૂષિત સ્થિતિ ખરાબથી અતિ ખરાબ તરફ આગળ વધી રહી છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો