ગણતંત્ર દિવસ કાર્યક્રમ : 26-01-2018
૬૯મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં લોકશાહીની રક્ષા કાજે આપણા વડવાઓએ આપેલા બલિદાન આપેલ. લોકશાહી એટલે લોકો વડે, લોકો માટેના શાસન પ્રક્રિયા છે. કોંગ્રેસે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર, રામકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક જેવા અનેક લોકલાડીલા નેતાઓના વડપણ હેઠળ દેશને આઝાદી અપાવી અને લોકશાહીની સ્થાપના કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો