ખેડૂત સબસીડીના નામે સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું

કૃષિ પાક વીમા યોજનાના સરળીકરણ માટે કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે, ખેડૂત સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે.

તેઓએ કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં ૧૦ જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી. હવે ખાનગી કંપનીઓને પાક વીમા પ્રીમિયમ પેટે કરોડો રૂપિયા કમાવી દેવા માટે પાક વીમો ફરજીયાત કરાયો છે.

અમરેલી જિલ્લામાં મગફળીએ  ગૌણ પાક છે. ૨૦૧૫માં ૪૧ ટકા, ૨૦૧૬-૧૭માં ૫૩ ટકા અને ચાલુ ખરીફ ૨૦૧૮માં મગફળી પ્રીમીયમ પેટે ૫૫ ટકા જેટલો  ઊંચો દર વસુલવા સરકારે કરાર કર્યો છે. પાક વીમા યોજનાનાં મોડીફીકેશનથી ખેડૂતોએ સરકારને માત્ર નાણાકીય નુકસાન જ નથી પરંતુ ગ્રામ્ય કક્ષાએ યુનિટ બનાવવાથી ગામડામાં આંતરવિગ્રહ ફાટે તેવી સ્થિતિ છે.

https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/in-the-name-of-farmer-subsidy-the-government-scrapped-one-lakh-crore-scam