ખેડૂત મહાસંમેલન વિસાવદર ખાતે : 30-09-2016
વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, હતાશ અને થાકી ગયેલો છે. ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ક ખેતી એ કોંગ્રેસનો જમાનો હતો અને હવે આ બાબત ભાજપ શાસકોને લીધે ઉલટી થઈ ગઈ છે. ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળતા. કોંગ્રેસ પક્ષ ભણાવવાની અને નોકરી આપવાની વ્યવસ્થા કરતી હતી. વડાપ્રધાન પરદેશને બદલે ગુજરાત આવતા થયા છે. એક જ યોજનાનું વારંવાર ઉદઘાટન કરે, સૌની યોજનાની જાહેરાત કરી હતી. ૨૦૧૫ માં ફરી વખત પુનઃ જાહેરાત કરે છે. ભાજપ સરકારે મૂડિપતિઓને મફતમાં જમીનો આપી દીધી. ભાજપ સરકારે જમીનના માફિયા પેદા કર્યા. ખેડૂતોને વ્યાજમાફી કે સહાય ન આપનાર ભાજપ શાસકો ટાટા નેનો ને ૩૩૦૦૦ કરોડની મદદ, બીજીબાજુ માત્ર જીએસપીસીમાં ૨૦,૦૦૦ કરોડનું ભાજપ સરકારે આંધણ કર્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો