ખેડૂત જગતનો તાત ગણાય તે ખેડૂત મોદી શાસનમાં ચોર-કાળાબજાર અને કાળા નાણાં ધારક હોય તેવી સ્થિતિનું નિર્માણ : 21-11-2016

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ નાબૂદ કર્યા બાદ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો તેમના ખેતપેદાશોના વેચાણ માટે, યોગ્ય ભાવ માટે અને નવી વાવણી-જંતુનાશક દવાઓ-ખાતર વગેરે ખરીદી માટે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિક્તાની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી રાઘવજી પટેલ, શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, દેશમાં ૩૦ મહિનાના શાસન અને ગુજરાતના ૧૫ વર્ષના શાસનમાં ખેડૂતો આર્થિક બેહાલી-પાયમાલી તરફ ધકેલાઈ રહ્યાં છે, ત્યારે સમગ્ર દેશમાં ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો મોટા પાયે વિરોધ કરી રહ્યાં છે. ભાજપના ૩૦ મહિનાના શાસનમાં ખેડૂત વિરોધી નિર્ણયો જેમ કે, ખેત પેદાશોના ભાવ ન આપવા, ખેડૂતોને લાભ કરતી યોજનાઓ બંધ કરવી, સબસીડીમાં કાપ મૂકવો, પાક વીમાના નામે ખેડૂતોની હેરાનગતિમાં વધારો કરવો, રૂા. ૫૦૦-૧૦૦૦ નોટ નાબૂદ કર્યા બાદ નોટો બદલવા માટે ખેડૂત મંડળીઓ અને ખેડૂત સહકારી બેન્કોને સત્તા ન આપવી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note