ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન : 18 -05-2017
ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ખેડૂતોની નિરાશાજનક પરિસ્થિતિ તથા પ્રાણપ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસના પ્રમુખ અને પંજાબના ધારાસભ્યશ્રી અમરીન્દરસિંઘ રાજા બ્રાર નેતૃત્વમાં તા. ૧૯મી મે, ૨૦૧૭ ને શુક્રવારના રોજ ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો