ખેડૂતો અને તેમના પરિવારજનો નોટબંધીના કારણે મરવાના વાંકે જીવતા હોય તેવી નિઃસહાય સ્થિતિમાં : 22-11-2016
ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર ગુજરાતના ખેડૂતો અને તેમના પરિવારજનો નોટબંધીના કારણે મરવાના વાંકે જીવતા હોય તેવી નિઃસહાય સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવતાં નવસર્જન ગુજરાતના પ્રહરી એવા પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ રોજબરોજના વ્યવહારો નહીં સચવાતા ૧૦૦ થી વધુ લોકો અકાળે અવસાન પામ્યા જેના માટે વડાપ્રધાન પોતે જ જવાબદાર હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાને કોઈ તૈયારી વિના સસ્તી પ્રસિધ્ધી માટે રૂા. ૧૦૦૦ અને રૂા. ૫૦૦ ની નોટ ઉપર પ્રતિબંધ મૂકવાના ઉતાવળે લીધેલા નિર્ણયથી ખાસ કરીને ગરીબોની સાથે ખેડૂતો અને પશુપાલકો બેહાલ થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં પશુપાલકોનો અંદાજે રૂા. ૨૫ હજાર કરોડ જેટલો દૂધનો વેપાર છે, જ્યારે ખેડૂતો શાકભાજી ઉપરાંત રવિ અને ખરીફ પાકના ઉત્પાદન ઉપર પોતાના પરિવારનો જીવનનિર્વાહ કરતા હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો