ખેડૂતોમાં ઉભી થયેલ બળવા જેવી સ્થિતિને કારણે સરકારે જમીન માપણીમાં ગોબાચારી સ્વીકારી : 14-07-2017

  • ખેડૂતોની અરજીઓ મંગાવીને માપણીને દુરસ્ત કરાશે તેવું મુખ્યમંત્રીશ્રીનું નિવેદન ગેરમાર્ગે દોરનારું અને કાનુન વિરુદ્ધનું, નવી માપણી અને પ્રમોલગેશન રદ્દ કરવાની કોંગ્રેસની માંગણી.
  • લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૧૧ મુજબ રાજ્ય સરકાર ૧.૨૫ કરોડ સર્વે નંબરની નવી માપણી અને તેના આધારે પ્રમોલગેશન થયેલ રેકોર્ડ રદ્દ કરે અને પુનઃ માપણી કરાવે. – અર્જુન મોઢવાડીયા
  • દરેક ગામમાં ગ્રાઉન્ડ કન્ટ્રોલ નેટવર્કના પથ્થરો ફીક્સ કરીને તેના તથા અક્ષાંશ- રેખાંશના રેફરન્સમાં માપણી અને ચકાસણી કરવાની હતી. આ ગ્રાઉન્ડ રેફરન્સના પથ્થરો એક પણ ગામમાં નથી તો માપણી કોના રેફરન્સમાં થઈ અને પુનઃ ચકાસણી કોના રેફરન્સમાં થશે ? મુખ્યમંત્રીશ્રી જનતાને ગેરમાર્ગે દોરે છે.
  • સમગ્ર નવી માપણી અને પ્રમોલગેશન બનાવટી છે તેવા અનેક અહેવાલો સરકારને મળ્યા હોવા છતાં કોના દબાણથી કરોડોનું ચૂકવણું થયું ? અને કોના દબાણથી હજી પણ આ ગોબાચારીને છાવરવામાં આવે છે ? મુખ્યમંત્રીશ્રી જવાબ આપે. -અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Annexure_1

Annexure_2