ખેડૂતોને રિઝવવા ભાજપ સરકારના લોલીપોપ કિસાન સંમેલનો : 18-03-2016
- ખેડૂતોને રિઝવવા ભાજપ સરકારના લોલીપોપ કિસાન સંમેલનો
- ગ્રામીણ કક્ષાએ જનાધાર ગુમાવનાર ભાજપ સરકાર દ્વારા પાટીદાર આંદોલન સામે ખેડૂતોની વોટબેંક તૈયાર કરવા રાજ્ય સરકારનો એક નિષ્ફળ પ્રયાસ
ગુજરાત રાજ્યમાં પંચાયત –પાલિકાઓની ચૂંટણીઓમાં જનાધાર ગુમાવનાર ભાજપ સરકારે તમામ ક્ષેત્રે પોતાની નિષ્ફળતાઓ ઢાકવા માટે કિસાન રેલી અને સંમેલનો યોજવાના શરૂ કરી ખેડૂતો તેમજ ગ્રામીણ પ્રજાને ગુમરાહ કરવાનો માર્ગ અપનાવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉ. હિમાશું પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જનાધાર ગુમાવતાં આર્થિક રીતે પાયમાલી તરફ ધકેલાયેલા ખેડૂતોનો ફરીથી વોટબેંક તરીકે ઉપયોગ કરવાનો સસ્તો માર્ગ અખત્યાર કર્યો છે. ગાંધીનગરમાં આજે યોજાયેલી કિસાન રેલીમાં શણગારેલા બળદ ગાડામાં આવેલા મુખ્યમંત્રીએ પોતે ખેડૂતોને કઈ દિશામાં લઇ જવા માગે છે અને કેવી દશા મુકવા માંગે છે તેનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભાજપ સરકારે પોતાની વહીવટી નિષ્ફળતાઓને ઢાંકવા માટે પાટીદાર આંદોલનને શામ-દામ-દંડથી કચડ્યા બાદ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો નિરર્થક પ્રયાસ હાથ ધર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો