ખેડૂતોને મળવાપાત્ર સહાય હજી સુધી મળી નથી : 08-10-2015
બનાસકાંઠા, પાટણ, અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુક્શાન થવા પામ્યું હતું એટલું જ નહીં હજારો એકર ખેડૂતોની જમીનોનું સદંતર ધોવાણ થઈ જવા પામ્યું હતું. અતિવૃષ્ટિ આવ્યાને આજે ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ ખેડૂતોને મળવાપાત્ર સહાય હજી સુધી મળી નથી અને જે મળી છે તે નજીવી રકમ મશ્કરી સમાન હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મોટા ઉદ્યોગો માટે લાલ જાજમ બીછાવે છે અને મળતીયા ઉદ્યોગપતિઓ ઉદ્યોગ સ્થાપે તેની સાથે જ મોટી રાહતોની માંગણી કરે તેના કરતાં વધુ ગુજરાતની ભાજપ સરકાર રાહતો સરકારી તિજોરીમાંથી લ્હાણી કરે છે. જ્યારે ખેડૂતોને તેમના પાક નુક્શાન અને જમીનોનું ધોવાણ માટેની રાહત મેળવવા માટે સરકારી કચેરીઓના દ્વારે- દ્વારે અથડાવું પડે છે રાજ્યમાં ખેડૂતોની અવ્યવસ્થા – આપઘાત માટે ભાજપની સરકારની નિતિ અને નિયત જવાબદાર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો