ખેડૂતોને બટાકામાં ભારે નુકસાન પછી સબસીડી મુદ્દતની જાહેરાત મજાકરૂપ : 01-09-2017

  • ખેડૂતોને બટાકામાં ભારે નુકસાન પછી સબસીડી મુદ્દતની જાહેરાત મજાકરૂપ
  • માત્ર એક મહિનાની મુદ્દત લબાવી ફરી એકવાર છેતરપીંડી કરતી રૂપાણી સરકારે પાકવીમો અને પોષમક્ષમ ભાવો સત્વરે આપવા જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકાર દ્વારા બટાકામાં સબસીડી આપવા માટે માત્ર એક મહિનાની મુદ્દત લંબાવી ખેડૂતો સાથે વધુ એકવાર છેતરપીંડી કરવામાં આવી હોવાનું જણાવતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢીને ફેંકી દેવાનાં ભાવે બજારમાં વેચી દીધા બાદ ખેડૂતોની મશ્કરી કરી છે. ભારે વરસાદથી ખેડૂતોની હાલત વિકટ બની છે ત્યારે દરેક પાકો માટે સત્વરે પોષણક્ષમ ભાવો જાહેર કરી પાકવીમાની રકમ તાત્કાલિક આપવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note