ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો રૂ. 1500 મળે તે વાત વડાપ્રધાનશ્રીને યાદ કરાવતા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી : 07-12-2015
ગુજરાતના ખેડૂતો ઘણી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને કપાસ ઉત્પાદન કરતાં ખેડૂતોને યોગ્ય ભાવનો નિર્ણય નહીં થાય તો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ લોકસભા ચૂંટણી સમયે જાહેર સભામાં ખેતપેદાશોના ભાવ માટે વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જેમાં કપાસના ભાવ 1500 જેટલા મળવા જોઈએ. આજે આ બાબત સત્તા મેળવ્યા બાદ ખેડૂતોને રૂ. 1500 ભાવ મળે તે માટે કાર્યવાહી કરવા યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતર, બિયારણ, જંતનાશક દવાઓ જેવી બાબતોના મોંઘા ભાવ સહિત સિંચાઈનું પાણી, મોંઘી વિજળી ખેડૂતો માટે કઠીન બાબત બની ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો