ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે બળપ્રયોગ કરીને આગળ જતા અટકાવી દીધી હતી. ગુંડાગીર્દી પર ઉતરી આવેલી પોલીસે ખેડૂતોને માર માર્યો 14-02-2017

ભાજપ હંમેશા ખેડૂતોના હામી હોવાનો દાવો કરનાર ભાજપ શાસકો ખેડૂતો પર બેફામ અત્યાચાર ગુજારી રહી છે. ત્યારે ૩૮ થી વધુ ગામના ખેડૂતોની શાંતિ પૂર્વક રેલી પર ભાજપ શાસકોના ઈશારે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ૧૫ વર્ષથી શાસન કરતી અને કેન્દ્રમાં ૩ વર્ષ થી શાસન કરતી ભાજપ સરકારની ખેડૂત વિરોધીનિતીઓના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે અને ખેડૂતોના આપઘાતમાં મોટાપાયે વધારો થયો છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતોના હિતમાં ૭૨,૦૦૦ કરોડના જંગી દેવા માફ કરીને ખેડૂતોને રાહત આપી હતી તે સમયે ભાજપના નેતા શ્રી અરૂણ જેટલી સહિતના નેતાઓએ દેશને આર્થિક નુક્શાન થશે, ખેડૂતોની દેવામાફી ના વિરોધમાં હતા. તાજેતરમાં કેન્દ્રની ભાજપ સરકારે રજૂ કરેલ બજેટમાં ખેડૂતોના હિતમાં કોઈ ચોક્કસ-નક્કર જોગવાઈ કરવામાં આવી નથી. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. કેન્દ્રની મોદી સરકારે માત્ર રૂા. ૧૩૨ ખેડૂત દીઠ વ્યાજ માફી કરીને ખેડૂતોની ક્રુર મજાક કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note