ખેડૂતોના હિતની વાત હોય ત્યારે રાજકીય ઈશારે કામ ન થવું જોઈએ: મોઢવાડિયા
– પોરબંદર તાલુકામાં કમોસમી વરસાદના વળતરમાં ફેર વિચારણા કરવાના મુદ્દે ખેડૂતોનું સંમેલન અને રેલીમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખના સરકાર પર વાકપ્રહાર…
– ચૂંટણી આવે છે એટલે મત માંગવા નથી આવ્યો…મારે તો ખેડૂતોના સમર્થનમાં રહેવું છે
– ચૂંટણી આવે છે એટલે મત માંગવા નથી આવ્યો…મારે તો ખેડૂતોના સમર્થનમાં રહેવું છે
પોરબંદર તાલુકામાં શિયાળાના સમયમાં કમોસમી વરસાદના કારણે ધાણા અને જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા વળતર ચૂકવાયું પરંતુ તેમાં વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતા અંદાજે 8 હજાર જેટલા ખેડૂતો વળતરથી વંચીત રહેતા આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુદામાચોક ખાતે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું અને ત્યારબાદ એક વિશાળ રેલી કાઢીને જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પોરબંદર તાલુકાના ખેડૂતોના સમર્થનમાં આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત ખેડૂત સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે નુકસાન થયું તે કુદરતને આધીન છે. પરંતુ નુકસાની બાદ વળતર આપવામાં જે રીતે સર્વેની કામગીરી કરવામાં આવી છે તે બેદરકારીપૂર્વક થઈ છે ખેડૂતોના હિતની વાત હોય ત્યારે રાજકીય ઈશારે કામ થવું ન જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભલે આવતી હોય, હું હાલ મત માંગવા માટેની અપીલ નથી કરતો મારે તો ખેડૂતોના સમર્થનમાં સાથે રહેવું છે અને ખેડૂતોને ન્યાય મળે તેવા ચોક્કસપણે પ્રયાસ કરીશ. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન ક્યારેય ખેડૂતોને નિરાશા મળી નથી ત્યારે ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે વહાલા-દવાલાની નીતિ અપનાવી રહી છે તે અયોગ્ય છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-arjun-modhvadiya-in-porbandar-for-khedut-sanmelan-5088607-PHO.html