ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી આંદોલન
- ખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ૩૩ જિલ્લા મથકે પૂતળાદહન, માનવ સાંકળ, રેલી, ટ્રેક્ટર રેલી, ધરણાં પ્રદર્શન યોજાયા.
- ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ વધુ આક્રમક્તાથી કાર્યક્રમો આપશે
આ તો કેવી રાજ્ય સરકાર કે જે પોતાના નાગરિકો પર ગોળીબાર કરે? દમન કરે? જે પક્ષ પોતાને બીજાના કરતા અલગ જણાવે છે તે પક્ષ ખેડૂતો પર પણ આ રીતે વર્તે છે? ભાજપ શાસકોના હાથ ખેડૂતોના લોહીથી રંગાયા છે. મધ્યપ્રદેશની ભાજપ સરકાર હોય કે પછી મહારાષ્ટ્રની ભાજપ સરકાર કે પછી ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી માનસિક્તા અને ખેડૂતો પર દમન એ ભાજપ સરકારનો અભિગમ રહ્યો છે. સમગ્ર દેશમાં ભાજપ શાસકો જે રીતે ખેડૂતો પર અલગ અલગ રીતે દમન કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ બહું સ્પષ્ટ રીતે ખેડૂતોના હિતમાં – દેશહિતમાં લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકારને ખેડૂત વિરોધી માનિસિક્તા ત્યાગ કરવા અપીલ કરી છે.