ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન : 22-11-2018

  • રાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કરવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસ પક્ષના ૨૨ નવેમ્બર, ૨૦૧૮ ગુરૂવાર ના રોજ રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન
  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પડી રહેલી હાલાકી અને ગેરરીતી અંગે રાજ્ય સરકારની નીતિ અને નિયત જ શંકાસ્પદ
  • રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રાપ્તિ ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કર્યો
  • કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સ્વીકાર્યું કે, નોટબંધીથી ખેડૂતોને, વેપારી ઉદ્યોગકાર, ખેડૂતો તમામ લોકોને નોટબંધીથી નુકસાન થયું છે, ત્યારે વડાપ્રધાને દેશના લોકોને જણાવવું જોઈએ કે નોટબંધીથી કોને લાભ થયો ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note