ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામ : 16-06-2017
- ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા.
- રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત
- કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, સવારથી જ રસ્તા પર ઉતરી આવ્યા
- ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકારને ખેડૂતો સત્તામાંથી ઉખાડી ફેંકશે.
ગુજરાતમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિએ મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે, ત્યારે ખેડૂતોના દેવા માફી, સિચાઈનું પાણી, વ્યાજબી ભાવે વિજળી, વ્યાજબી ભાવે બિયારણ અને ખાતર, ખેતપેદાશોના ટેકાના ભાવ સહિતના પ્રશ્નો સાથે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કાર્યક્રમમાં અનેક સ્થળોએ ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા હતા અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સવારથી જ રસ્તા રોકો આંદોલનને કારણે અનેક સ્થળે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો