ખેડુતોને પાણી,પાકના પોષણક્ષમ ભાવ, પાક વિમો અને પાવર ન આપવામા શ્રી રુપાણી સરકાર અગ્રેસર – મનહર પટેલ : 10-05-2018

  • ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારીઓની શ્રી રુપાણી સરકારથી ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયા, ભુ-માફિયાઓ, ખાણ માફિયાઓ, શિક્ષણ માફિયાઓથી જનતા ત્રસ્ત અને શ્રી રુપાણી સરકાર મસ્ત – મનહર પટેલ
  • ખેડુતોને પાણી,પાકના પોષણક્ષમ ભાવ, પાક વિમો અને પાવર ન આપવામા શ્રી રુપાણી સરકાર અગ્રેસર – મનહર પટેલ
  • ગુજરાત સળગાવનારાઓ આજે પોતાના ભ્રષ્ટાચારના પાપ ઢાકવા ખેડુતોની મગફળી સળગાવી રહ્યા છે,આ અંગે કોંગ્રેસ પક્ષ સુપ્રિમ કોર્ટના જજની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરે છે. – મનહર પટેલ
  • જળ સંચય કરવાની માનસિકતા ધરાવનારાઓ પોતાની સમજણ અહિયા સ્પષ્ટ કરે કે “સી” પ્લેન ઉડાડવાનુ કૃત્યને જળસંચય નહી જળક્રીડા કહેવાય અને તમે આ જળક્રીડા ખેતી-ખેડુતોના ભોગે કરી છે જે ગુજરાતનો ખેડુત તમને ક્યારેય માફ નહી કરે.- મનહર પટેલ

ગુજરાત રાજ્યમા જીએલડીસી જેવા વિભાગના ભ્રષ્ટાચારની દુર્ગંધની પ્રતિતિ ભાજપા સરકારે પુરા ગુજરાતને કરાવી અને આમ ભાજપાના શાસકો ગુજરાતની તીજુરી ખુલ્લેઆમ લુટી રહ્યા છે, આર્થિક રીતે ગુજરાતની પાયમાલી કરવા માટે ભાજપા સરકારના શાસકો ભ્રષ્ટાચારની એક પણ તક છોડતા નથી, ઉંદરો જેમ ફુક મારતા જાય અને ઠોલતા જાય “ તેમ ભાજપા પક્ષ “ખાતો નથી ખાવા દેતો નથી” એવા રુપાળા વાક્યો બોલતો જાય અને પોતાનુ લક્ષ પાર પાડતો જાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note