ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષ રેલીનો આરંભ : 13-04-2017

પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલી અંગે જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી સવારના ભાગમાં યોજવામાં આવશે. આ રેલીમાં ત્રિરંગા ઝંડા સાથે સ્કૂટર રેલી તથા ખુલ્લી જીપ અને દેશભક્તિના ગીતોથી ઈતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે લખાયેલ સત્યાગ્રહની તવારીખથી નવી પેઢી સમક્ષ ઉજાગર કરાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note