ખાનગી વીજ ઉત્પાદકો જે રીતે મનમાની કરે છે તે માટે સરકાર કેમ મૌન છે? : 24-10-2015
ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો થાય અને સરકારી વીજ મથકો તેમની મૂળ ક્ષમતા જેટલું વીજ ઉત્પાદન ન કરે તે પ્રકારની લાંબા સમયથી ભાજપ સરકારની નીતિ ખુલ્લી ન પડી જાય તે માટે ગુજરાત સરકારના વીજ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરનારી છે. આંકડાની માયાજાળ દ્વારા ભાજપ સરકાર ભ્રામકતા ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારના વીજ મંત્રીને પડકાર ફેંકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ માંગ કરી હતી કે, ગુજરાતમાં ભાજપ સરકારે વર્ષ-૨૦૦૦ થી ૨૦૧૪ ની વચ્ચે સરકારી અને જીઈબીના ઉત્પાદનમાં ૭,૩૨૭ મીલીયન યુનિટ ઉત્પાદનનો ઘટાડો થયો છે. પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગને સસ્તી વીજળીથી વંચિત રહે છે. બીજી બાજુ ભાજપ સરકારની નીતિ અને ભ્રષ્ટાચારી રીત-રસમોને કારણે ખાનગી વીજ ઉત્પાદકોને ઘી-કેળાં થઈ ગયા છે. જે રીતે રાજ્યના નાગરિકો પર વીજ વધારો ઝીંકવામાં આવે છે અને ખાનગી વીજ ઉત્પાદકો જે રીતે મનમાની કરે છે તે માટે સરકાર કેમ મૌન છે?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો