ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડની વીજ ખરીદી કરાઇ : કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તાએ ગુજરાત સરકારે ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે સાથે તેમણે જણાવ્યું છે કે, ‘ઉર્જામંત્રી વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઇમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ક્ષમતા ૮,૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજ મથકોમાં પ્લાન્ટ લો.ડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. ઉર્જા મંત્રીએ છેલ્લા ૭ વર્ષમાં ૨૧૬૨૯ કરોડનું બચત થયાના દાવો સતત ખોટો છે.’ કોંગ્રેસે જણાવ્યું છે કે, હકીકતમાં સરકારી વીજ મથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેક્ટર)થી ચલાવીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. બીજી બાજુ ખાનગી વીજ કંપનીઓને કરોડો રૂપિયાનો નફો કરાવ્યો છે.
http://sandesh.com/from-private-companies-7071-2/