કોર્પોરેશનની બજેટની બેઠકમાં થયેલ ઘટના અંગે. : 17-02-2017

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઈતિહાસ ખૂબ જ ગૌરવવંતો રહ્યો છે. ભારત દેશના મહાન વિભૂતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ગણેશ વાસુદેવ માંવલંકર જેવા મહાપુરુષોએ અમદાવાદ શહેરને નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. આ ઉજ્જવળ પરંપરાના વારસદારો તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે સૌ કાર્ય કરી રહ્યાં છે. માનનીય મેયરશ્રી, આ સભાગૃહમાં જનરલબોર્ડમાં અધ્યક્ષ તરીકે બીરાજો છો, ત્યારે આપના નેતૃત્વમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડ અને વિશેષ કરીને મહત્વની બજેટ બેઠક ચાલતી હોય, ત્યારે મેગાસીટી અમદાવાદ શહેરના ૬૪ લાખની જનસંખ્યા ધરાવતા રૂા. ૬૫૫૧ કરોડમાં રૂા. ૧૭૬ કરોડના સુધારા સાથે રૂા. ૬૭૨૭ કરોડનું અંદાજપત્ર પર ચર્ચા ચાલતી હોય ત્યારે, સ્વાભાવિકપણે વિપક્ષના સભ્યો જે તે વિસ્તારના નાગરિકોના પ્રાણપ્રશ્નોને વાચા આપતા હોય એવા સમયે, સત્તાધારી પક્ષના વરિષ્ઠ સભ્ય દ્વારા વિવાદાસ્પદ (Non-Relavance) ટીપ્પણી કરીને સભાગૃહમાં વાતાવરણ ડહોળી નાંખવાનો પ્રયાસ થયો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note