કોરોના મહામારી સહિત કોઈપણ આપત્તિમાં પ્રજાનાં રક્ષક તરીકે રાતદિવસ જોયાં વિના… : 28-07-2020
- અગ્રિમ કોરોના વોરિયર્સ – પોલીસ કર્મીનાં પરિવારને ૩૦ લાખ સુધી મેડીક્લેઇંમ આપી થઈ રહેલો અન્યાય દુર કરી, રાજ્ય સરકારે જ પ્રિમિયમ ભરવું જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ
કોરોના મહામારી સહિત કોઈપણ આપત્તિમાં પ્રજાનાં રક્ષક તરીકે રાતદિવસ જોયાં વિના નિસ્વાર્થ સેવા કરતાં પોલીસ જવાનો સાચાં વોરિયર્સ હોવાનું જણાવતા કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી ડો. હિમાંશુ પટેલે ભાજપ સરકારે તેમનો ઓર્ડરલી કે વરધી માટે જ ઉપયોગ કરવાનાં બદલે એક રક્ષક તરીકેની સેવાને છાજે તેવું પગારધોરણ અને જીવનજરૂરી સુવિધાઓ આપવા માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો