કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો : 19-05-2020

કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ ૧ ના નામે ગંભીર ખેલ ખેલ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ સસ્તી પ્રસિદ્ધિ, વાહવાહી, પોતાના મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓની જિંદગીને દાવ પર મુકવાનું કામ કર્યું છે. ૫૬ દિવસના લોક ડાઉનના આ લાંબા ગાળામાં મુખ્યમંત્રી શ્રી માત્ર એક જ વખત ૫ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ ધમણ ૧ ના લોન્ચિંગ માટે ઘરની બહાર આવ્યા. આજે ગુજરાતની જનતા પરેશાન છે, લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

gpcc press on Dhaman 1