કોન્ટ્રાક્ટરો, પદાધિકારી, અધિકારીઓની સાંઠગાંઠની પોલ ખોલતાં મેઘરાજા : 18-07-2017
- મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડાં ઉખડ્યા સ્કૂલ, બ્રીજ, વોંકળાની દિવાલો, જિલ્લા ગાર્ડનની દિવાલો, ઠેર ઠેર રસ્તાઓમાં ગાબડાં.
- છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા કરોડોના ક્ષતિગ્રસ્ત બાંધકામો, એક-બે ઈંચ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા.
- કોન્ટ્રાક્ટરો, પદાધિકારી, અધિકારીઓની સાંઠગાંઠની પોલ ખોલતાં મેઘરાજા.
રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ભાજપ શાસકોના ૧૦ વર્ષ કરતા વધુ સમયથી શાસનમાં ૧૭૫ લાખ કરતા વધુ શહેરના નાગરિકો માટે દર વર્ષે રોડ રીસરફેસીંગ અને નવા રોડ બનાવવા પાછળ રૂા. ૩૩૬૦ થી રૂા. ૪૬૨૦ કરોડ જેટલી માતબર રકમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે. આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ છે. રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો