કોંગ્રેસ પરિવાર તરફથી દિવાળી તથા નુતનવર્ષની હાર્દિક શુભકામનાઓ. : 29-10-2016
દિપાવલી પર્વ અને નવા વર્ષના પ્રારંભે ગુજરાતના ૬ કરોડ નાગરિકોને શુભકામના પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહેમદભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, પ્રકાશના પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવે, સૌનું જીવન ઉજાસમય – ઉલ્લાસમય બને અને સૌ સાથે મળીને ગુજરાતને સાચા વિકાસના માર્ગ પર આગળ વધારીએ. સાથો સાથ સમાજના તમામ વર્ગને તેમના હક્ક અને અધિકાર મળે તે દિશામાં પ્રયત્નશીલ બનીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો