કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. લાંબી પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં “માનવ સાંકળ” રચીને દેખાવો યોજાયા : 12-02-2017

મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ”

“ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે”

“જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે”

  • પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. લાંબી પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં  “માનવ સાંકળ” રચીને દેખાવો યોજાયા

નલીયા દુષ્કર્મ કેસમાં પીડિત મહિલાને ન્યાય મળે, સમગ્ર બનાવમાં સંડોવાયેલા ભાજપના તમામ નેતાઓ સામે પગલા ભરાય તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા “માનવ સાંકળ” રચીને ઉગ્ર દેખાવો યોજાયા હતા. અમદાવાદ ખાતે ઇન્કમટેક્ષ ગાંધીજીની પ્રતિમાથી નેહરુ બ્રીજ સુધી માનવ સાંકળ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા હતા. લોકતાંત્રિક રીતે યોજાયેલા કાર્યક્રમમાં પીડિત મહિલાને ન્યાય મળે, ભાજપના સંડોવાયેલા આરોપીઓને સજા મળે તે રીતે શાંતિથી માનવ સાંકળ રચવામાં આવી હતી. પોલીસ દ્વારા શરૂઆતથી જ કાર્યકરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થઈ રહ્યું હતું. પોલીસતંત્ર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સહીત ૫૦૦ થી વધુ કાર્યકર-આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યો સાથે પોલીસે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું. કાર્યકર બહેનો સાથે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પરિણામે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્રતા વ્યાપી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note