કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમ : 24-07-2017

છેલ્લા ૬ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. છેલ્લા ૬ દિવસમાં અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અતિવૃષ્ટિને કારણે હજારો હેક્ટર ખેતી લાયક જમીનનું ધોવાણ થયું છે. તેવા સમયે સરકારે ખેડૂતોના હિતમાં વળતર તાત્કાલિક ચુકવવું જોઈએ. કુદરતી આપદામાં નાગરિકોને મદદ કરવી માનવધર્મ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને શક્ય મદદ કરે તેવી અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note