કોંગ્રેસ પક્ષ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ‘‘મહા જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ : 12-02-2022
કોંગ્રેસ પક્ષ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ‘‘મહા જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહા જન સંપર્ક અભિયાનમાં ૨૫૦ તાલુકા, ૧૦૯૮ જીલ્લા પંચાયત બેઠક, ૫૨૨૦ તાલુકા પંચાયત બેઠક, ૧૫૯ નગરપાલિકાના ૧૨૯૪ વોર્ડ બેઠકમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં મહા જન સંપર્ક કરશે. તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૫ માર્ચ સુધી આઠ મહાનગરોના ૧૬૬ વોર્ડના ૩૪૩૧ જેટલા સેક્ટરમાં રોજ એક વોર્ડના ચાર સેક્ટરનો પ્રવાસ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણી અને મહા જન સંપર્ક અભિયાન તા. ૧૪ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૫ માર્ચ સુધી શહેરી વિસ્તારમાં એમ બે તબક્કામાં યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો