કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા : 11-06-2021
આજરોજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલ મોંઘા મળી રહ્યા છે, વર્ષ ૨૦૧૪ પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવો સામે કાગારોળ મચાવનારી ભાજપ હવે પોતે સત્તામાં આવીને એક્સાઈઝ ડ્યુટીમાં તોતિંગ વધારા કરીને અને પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વધારા કરીને દેશના સામાન્ય માણસમાં લુંટ મચાવી રહી છે. તાયફા- ઉત્સવો અને ધારાસભ્યોની ખરીદી પાછળ અબજો રૂપિયાના આંધણ કરતી ભાજપની સરકાર આફતના સમયે હાથ અધ્ધર કરીને ફંડ માંગવા નીકળી પડે છે પરંતુ બીજી હકીકત તે છે કે દેશના નાગરિકો પાસેથી માત્ર પેટ્રોલ- ડીઝલ પર એક્સાઈઝથી જ કેન્દ્રની ભાજપની સરકાર લાખો કરોડની વાર્ષિક કમાણી કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો