કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

“લોક દરબાર” માં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આંધળી-બહેરી અને મૂંગી છે. પાટણ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ખેડૂતો વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે સમસ્યાઓ ઠેરની ઠેર છે અને છતાં ભાજપ નિષ્ફળતાના ટોપલા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. નાગરિકોને પીવાનું પાણી મળતું નથી. ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. ગરીબી રેખા નીચેના પરિવારોને તેમને મળવાપાત્ર હક્ક મળતા નથી.